Vachanam is a free app for memorizing Bible verses in Gujarati. Each memory verse climbs an eight-step ladder over several days, from reading it to reciting it, and the app checks every step. Read the Gujarati Bible (the Indian Revised Version), listen to verses read aloud or a narrator reading whole chapters, and start from ready-made verse lists named in Gujarati. No ads, no account; it works offline.
બાઇબલની કલમો કંઠસ્થ કરવા — મોઢે કરવા — માટેની મફત ઍપ એટલે વચન: ગુજરાતીમાં, પગલે પગલે. દિવસની થોડી મિનિટો પૂરતી છે. નાની નાની કસરતોથી દરેક કલમ ધીમે ધીમે મનમાં બેસી જાય છે. જાહેરાત નહીં, લવાજમ નહીં, ખાતું જરૂરી નથી. ફોન કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં ખોલો; ઇન્સ્ટૉલ કરો તો ઑફલાઇન પણ ચાલે છે.
તમે ઉમેરો તે દરેક કલમ થોડા દિવસોમાં આઠ પગથિયાં ચડે છે. દરેક પગથિયું આગલા કરતાં થોડું અઘરું હોય છે; દરેક જવાબ ઍપ પોતે તપાસે છે.
જુદા જુદા બે દિવસે યાદથી સાચી બોલી બતાવો એટલે કલમ કંઠસ્થ થઈ ગઈ. પછી, તમે ભૂલો તે પહેલાં, વધતા અંતરે તે ફરી આવે છે. દરરોજ એક આજની કલમ એક જ બેઠકમાં આખી શીખી શકાય છે: વાંચો, ગોઠવો, બાંધો, પહેલા અક્ષરો, મોઢે બોલો. પૉઇન્ટ, રોજની સ્ટ્રીક અને ધીમે ધીમે તેલથી ભરાતો દીવો બતાવે છે કે તમે કેટલે પહોંચ્યા.
ગુજરાતી કીબોર્ડ નથી? વાંધો નહીં. ધ્વનિ અંગ્રેજી અક્ષરોમાં ટાઇપ કરો — “isu” લખો તોય ઍપ સમજી જાય છે. ટાઇપ ન કરવું હોય તો પહેલા અક્ષરો દબાવો, અથવા કલમ મોટેથી બોલો. પહેલેથી આવડતી કલમ માટે આ મને મોઢે છે દબાવો અને સીધા મોઢે બોલવાના પગથિયે જાઓ.




ઍપની સાચી તસવીરો (ફોન, ગુજરાતી).
તમારું બાઇબલ છે ઇન્ડિયન રિવાઇઝ્ડ વર્ઝન (IRV) — આજની ગુજરાતીમાં. બાઇબલ ટૅબમાં આખું બાઇબલ ફેરવી શકાય તેવાં પાનાંવાળા પુસ્તકની જેમ વાંચો. “યોહાન 3:16” ટાઇપ કરો એટલે સીધા ત્યાં પહોંચો. કોઈ કલમ દબાવી સરખામણી પસંદ કરો તો એ જ કલમ બીજા અનુવાદની બાજુમાં દેખાય છે — જેમ કે ગુજરાતીની બાજુમાં અંગ્રેજી. તોબિત – મક્કાબી પુસ્તકો પણ ખૂલે છે — પાના પર જેનું નામ લખેલું હોય તે બીજા અનુવાદમાંથી.
કોઈપણ કલમ-યાદીમાં વાંચી સંભળાવો દબાવો, અને કલમો એક પછી એક ગુજરાતીમાં વાંચી સંભળાવાય છે — રસોઈ કરતાં, વાહન ચલાવતાં, ચાલતાં. સાથે બોલો દરેક કલમ પછી તમને ફરી બોલવા માટે થોડી શાંતિ આપે છે. કોઈ કલમ તમારા પોતાના અવાજમાં રેકૉર્ડ કરો તો પછી એ જ અવાજ સંભળાય છે. બાઇબલ ટૅબમાં વાચકનો અવાજ પસંદ કરો તો એક માણસનો અવાજ આખા અધ્યાય વાંચે છે.
ક્યાંથી શરૂ કરવું તે ન સમજાય તો એક તૈયાર યાદી ખોલો. પ્રાર્થનાના હેતુઓ માટે કલમ-સંગ્રહો — ડર પર જીત મેળવવા, સાજાપણું, શાંતિ અને દિલાસો, નાનાં હૃદયો માટે પહેલી કલમો; પહાડ પરનો ઉપદેશ, દસ આજ્ઞાઓ જેવા બાઇબલના ભાગો; અને ચિંતા, ક્ષમા, આશા જેવા વિષયો પર 153 યાદીઓ. બધાંનાં નામ ગુજરાતીમાં છે. એક નકલ સાચવો એટલે તે તમારી પોતાની યાદી બની જાય.
તમારી પોતાની યાદી પણ બનાવો — છૂટી કલમો, અથવા ગીતશાસ્ત્ર 23 જેવો આખો ભાગ. કોઈ યાદીને ખિસ્સા કાર્ડ તરીકે PDF માં છાપીને સાથે રાખી શકાય છે.
એક વર્ષમાં આખું બાઇબલ વાંચો — અથવા છ મહિનામાં, નેવું દિવસમાં. દરરોજનાં મિસ્સાનાં વાંચન, સિરો-મલબાર અને સિરો-મલંકરા વાંચન, અને CSI · CNI · માર થોમા વાંચન પણ છે. વાંચતાં વાંચતાં મનને સ્પર્શી જાય તે કલમ ત્યાંથી જ તમારી કંઠસ્થ-યાદીમાં ઉમેરો. બાઇબલ ક્વિઝ હાલ અંગ્રેજીમાં છે.
એક જ ફોન પર દરેકની પોતાની પ્રોફાઇલ — કલમો, પૉઇન્ટ અને સ્ટ્રીક અલગ. એક જૂથ બનાવી તેનો કોડ વહેંચો તો ઘણા ફોન પરના લોકો એક જ લીડરબોર્ડ પર આવી જાય છે. કોઈ યાદી જૂથમાં પોસ્ટ કરો તો બધા એ જ કલમો સાથે શીખી શકે. કલમ કંઠસ્થ કરનારાં બાળકોને એક ચિત્રિત બાઇબલ દૃશ્ય જોવા મળે છે.
વધુ જાણવા: વચન વિશે — બધી સુવિધાઓ અને પ્રશ્નો.